Type Here to Get Search Results !

ગુજરાતી સાહિત્ય ભાગ - 9 (પ્રેમાનંદ) / gujarati sahitya part -9

 

               પ્રેમાનંદ યુગ (17મી સદીથી ઈ.સ 1852)



                                પ્રેમાનંદયુગના સાહિત્યકાર


                  પ્રેમાનંદ (ઉપાધ્યાય) ઈ.સ 1645 થી 1705  


(1)પ્રેમાનંદનો જન્મ કયા સ્થળે થયો હતો ?

à વડોદરા

(2) મહાકવિનું ઉપનામ કયા સાહિત્યકારને મળેલ છે ?

à પ્રેમાનંદ

(3) પ્રેમાનંદનો જન્મ ક્યારે થયો હતો ?

à 1645

(4) આખ્યાન શિરોમણી ઉપનામથી કયા ગુજરાતી સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

à પ્રેમાનંદ

(5) પ્રેમાનંદના પિતાનું નામ શું હતું ?

à કૃષ્ણદાસ ભટ્ટ

(6) પ્રેમાનંદનું મૃત્યુ ક્યારે થયું હતું ?

à 1705

(7) પ્રેમાનંદના પુત્રનું નામ શું હતું ?

à વલ્લભ ભટ્ટ

(8) પ્રેમાનંદના ગુરુનું નામ શું હતું ?

à રામચરણ હરીહર

(9) સૌપ્રથમ ગુજરાતી શબ્દની ભેટ કોણે આપી હતી ?

à પ્રેમાનંદ

(10) પ્રેમાનંદ જ્ઞાતિએ કેવાં હતા ?

à બ્રાહ્મણ

(11) ગુજરાતી સાહિત્યમાં પ્રેમાનંદ અને કયા સાહિત્યકાર વચ્ચે સાહિત્ય સ્પર્ધા થઈ હતી ?

à શામળ

(12) પ્રેમાનંદે વ્યવસાયે શું સ્વીકારેલ હતું ?

à આખ્યાન

(13) ગુજરાતી સાહિત્યમાં માણભટ્ટ તરીકે કોણ ઓળખાય છે ?

à પ્રેમાનંદ

(14) પ્રેમાનંદે વ્યવસાયે આખ્યાન સ્વીકારેલ હોવાથી તેઓ કયા નામે ઓળખાયા હતા ?

à માણભટ્ટ

(15) ગુજરાતી ભાષા અન્ય ભાષા સમોવડી ના બને ત્યાં સુધી પાઘડી નહીં પહેરું જેવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?

à પ્રેમાનંદે

(16) જીવનના અંત સમયમાં કોનાં કહેવાથી ક્ષણવાર માટે પ્રેમાનંદે પાઘડી પહેરી હતી ?

à વલ્લભ ભટ્ટ (પ્રેમાનદનો પુત્ર)

(17) પ્રેમાનંદની અંતિમ અપૂર્ણ કૃતિ(રચના)નું નામ શું હતું ?

à દશમસ્કંધ

(18) પ્રેમાનંદની અંતિમ અપૂર્ણ કૃતિ દશમસ્કંધને પૂર્ણ કરવાનું કાર્ય કોણે કર્યું હતું ?

à સુંદર મેવાડા

(19) પ્રેમાનંદના શિષ્યનું નામ શું હતું ?

à સુંદર મેવાડા

(20) ગુજરાતી સાહિત્ય આખ્યાનમાં આવતાં કડવાનું વ્યવસ્થિત વિભાજન કયા સાહિત્યકારે કર્યું હતું ?

à પ્રેમાનંદ

(21) ગુજરાતી સાહિત્ય આખ્યાનમાં આવતાં કડવાને પ્રેમાનંદે કેટલા વિભાગમાં વિભાજિત કર્યા હતા ?

à ત્રણ 1.મુખબંધ(મોઢિયું) 2.રાગ (ઢાળ) અને 3.વલણ (ઊથલો)

(22) કયા ગુજરાતી સાહિત્યકારના માટે પ્રેમાનંદ મધ્યકાલીન સર્વ કવિઓમાં સૌથી વધુ શ્રેષ્ઠ કવિ હતાં ?

à ન્હાનાલાલ

(23) કયા ગુજરાતી સાહિત્યકારે પ્રેમાનંદને રસના પેગડા તરીકે વર્ણવ્યા છે ?

à નવલરામ પંડયા

(24) કયા ગુજરાતી સાહિત્યકારે પ્રેમાનંદને તળાવના પાકેલા માછલા તરીકે વર્ણવ્યા છે ?

à બ.ક ઠાકોર

(25) પ્રેમાનંદના રસના પેગડામાં પગ ઘાલી શકે તેવો કોઈ થયો નથી પંક્તિ કોની છે ?

à નવલરામ પંડયા

(26) ગુજરાતની હિન્દુ સમાજ અમુક સૈકાઓ દરમિયાન તળાવ હતુ અને પ્રેમાનંદ તે તળાવનું પાકેલુ સૌથી સુંદર માછલું હતુ પ્રેમાનંદ વિષેની આ પંક્તિના લેખક કોણ છે ?

à બ. ક ઠાકોર

(27) વડોદરાની કયા સ્થળે પ્રેમાનંદ કવિતાઘર તથા પ્રેમાનંદ કૂવો આવેલો છે ?

à મહામદવાડી

(28) વડોદરામાં આવેલી કઈ પોળનું નામકરણ પ્રેમાનંદ કવિની પોળ તરીકે રાખવામા આવ્યું છે ?

à મહામદવાડી

(29) ગુજરાતમાં પ્રેમાનંદ કવિતાઘર કયાં આવેલું છે ?

à વડોદરા (મહામદવાડી)

(30) ગુજરાતમાં પ્રેમાનંદ કૂવો કયાં આવેલો છે ?

à વડોદરા

(31) પ્રેમાનંદનું કયું આખ્યાન ગુજરાતી સમાજમાં દર ચૈત્ર માસમાં ગવાય છે ?

à ઓખાહરણ

(32) ગુજરાતી સમાજમાં દર ચૈત્ર માસમાં ગવાતું ઓખાહરણ આખ્યાનનાં લેખક કોણ છે ?

à પ્રેમાનંદ

(33) પ્રેમાનંદ દ્વારા રચિત કઈ કૃતિ ગુજરાતી સમાજમાં દર શનિવારે ગવાય છે ?

à સુદામાચરિત્ર

(34) ગુજરાતી સમાજમાં કોના દ્વારા રચિત હૂંડી દર રવિવારે ગવાય છે ?

à પ્રેમાનંદ

(35) પ્રેમાનંદ દ્વારા રચિત બધાં આખ્યાનોમાં કયું આખ્યાન સર્વશ્રેષ્ઠ છે ?

à નળાખ્યાન

(36) પ્રેમાનંદ દ્વારા રચિત `નળાખ્યાનને કોને આખ્યાન શૈલીનું મહાકાવ્ય તરીકે વર્ણવેલું છે ?

à ડોલરરાય માંકડ

(37) ડોલરરાય માંકડે પ્રેમાનંદના નળાખ્યાનને આખ્યાન શૈલીનું શું કહીને વર્ણવ્યું છે ?

à મહાકાવ્ય

(38) પ્રેમાનદ દ્વારા રચિત નળાખ્યાનનો મુખ્ય રસ કયો છે ?

à કરૂણ

(39) વડોદરા સાહિત્ય સભાની સ્થાપના કયારે થઈ હતી ?

à ઈ.સ 1916

(40) ઈ.સ 1916માં રચાયેલી વડોદરા સાહિત્ય સભાને ક્યારે નામ બદલીને પ્રેમાનંદ સાહિત્ય સભા રાખવામા આવ્યું હતું ?

à 1944

(41) સુદામા દીઠા શ્રીકૃષ્ણ દેવ રે ખંડકાવ્યના રચયિતા કોણ છે ?

à પ્રેમાનંદ

(41) ગોળ વિના મોળો કંસાર, માતા વિના સુણો સંસાર પંક્તિના રચનાકાર કોણ છે ?

à પ્રેમાનંદ

(42) પણ કન્યા નળની વાટ જુએ આખ્યાન કોણે લખેલું છે ?

à પ્રેમાનંદ

(43) મારુ માણેકડુ રિસાયુ રે, શામળિયા પંક્તિના લેખક કોણ છે ?

à પ્રેમાનંદ

(44) અમે ઉગર્યા ચંદ્રહાસ આખ્યાનના લેખક કોણ છે ?

à પ્રેમાનંદ

(45) કુંવારબાઈનું મામેરું આખ્યાનના લેખક કોણ છે ?

à પ્રેમાનંદ

(46) સૂખ દુ:ખ મનમાં ન આણીએ પંક્તિના લેખક કોણ છે ?

à પ્રેમાનંદ

(47) નરસિંહ મહેતાના જીવન આધારિત શામળશાનો વિવાહ અને કુંવરબાઈનું મામેરું કૃતિઓના સર્જક કોણ છે ?

à પ્રેમાનંદ

(48) માર્કડેય પુરાણ આધારિત મદાલસા આખ્યાનની રચના કયા લેખકે કરી છે ?

à પ્રેમાનંદ  

 

પ્રેમાનંદ સાહિત્યસર્જન :

* પ્રેમાનંદે રામાયણ, મહાભારત, ભાગવત અને નરસિંહના જીવન પરથી આખ્યાનો લખ્યાં છે .

 મહાભારત આધારિત આખ્યાન : નળાખ્યાન, અભિમન્યુ આખ્યાન અને ચંદ્રહાસ આખ્યાન

* રામાયણ આધારિત આખ્યાન : રણયજ્ઞ

* ભાગવત આધારિત આખ્યાન : ઓખાહરણ, રૂકમણીહરણ, સુદામાચરિત્ર અને દશમસ્કન્ધ

* માર્કડેય પુરાણ આધારિત : મદાલસા આખ્યાન

* નરસિંહ મહેતાનું જીવન પર આધારિત કૃતિ : શામળશાનો વિવાહ અને કુંવરબાઈનું મામેરું

 

પ્રેમાનંદની પંક્તિઓ :

(1) સુખ દુ:ખ મનમાં ન આણીએ

(2) તને સાંભરે રે , મને કેમ વિસરે રે

(3) ગોળ વિના મોળો કંસાર, માતા વિના સૂનો સંસાર

(4) મારુ માણેકડુ રિસાયુ રે શામળિયા

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.