Type Here to Get Search Results !

ગુજરાતી સાહિત્ય ભાગ - 8 (કવિ અખો) / gujarati sahitya part - 8

 

                         નરસિંહ યુગ (15 સદીથી 16મી સદી)



                                નરસિંહયુગના સાહિત્યકારો

                                અખો (ઈ.સ 1591 થી 1656) 

 

     

(1) અખાનો જન્મ ક્યારે થયો હતો ?

à ઈ.સ 1591

(2) અખાનો જન્મ કયા સ્થળે થયો હતો ?

à જેતલપુર (અમદાવાદ)

(3) જ્ઞાનનો વડલો ઉપનામથી કયા કવિને ઓળખવામાં આવે છે ?

à અખાને

(4) અખાનું મૂળનામ શું હતું ?

à અક્ષયદાસ સોની

(5) ઉત્તમ છપ્પાકાર ઉમનામથી કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

à અખાને

(6) અખાને હસતો ફિલસૂફ ઉપનામ કોણે આપ્યું હતું ?

à ઉમાશંકર જોષી

(7) અખાને બ્રાહ્યી સાહિત્યકાર ઉપનામ કયા સાહિત્યકારે આપ્યું હતું ?

à કાલેલકર

(8) કાલેલકરે અખાને કયુ ઉપનામ આપ્યું હતું ?

à બ્રાહ્યી સાહિત્યકાર

(9) ગુજરાતી ભાષાનો કયો સાહિત્યકાર વ્યવસાયે સોની હતો ?

à અક્ષયદાસ (અખો)

(10) મોઘલ બાદશાહ જહાંગીરની ટંકશાળમાં કયા સાહિત્યકારે નોકરી કરી હતી ?

à અખો

(11) અખાએ કયા સ્થળે આવેલી મોઘલ બાદશાહ જહાંગીરની ટંકશાળામાં નોકરી કરી હતી ?

à કાળુપુર

(12) અખાએ સૌપ્રથમ કોને ગુરુ તરીકે સ્વીકાર્યા હતા ?

à ગોકુળનાથ (વલ્લભાચાર્યના પુત્ર)

(13) અખાને સાચા જ્ઞાનની પ્રાપ્તિ પોતાના બીજા કયા ગુરુ પાસેથી થઈ હતી ?

à બ્રહ્યાનંદ

(14) અખાની ધર્મની બહેનનું નામ શું હતું ?

à જમના

(15) અખાના જીવન પર શંકરાચાર્યના કયા સિદ્ધાંતની અસર થઈ હતી ?

à કૈવલાદ્રૈત (બ્રહ્મસત્ય અને જગતમિથ્યા)

(16) અખાએ ગુજરાતી સાહિત્યમાં કઈ કવિતાઓ વિશેષ લખેલ છે ?

à જ્ઞાનમાર્ગી

(17) ગુજરાતી સાહિત્યમાં છપ્પા સાહિત્યપ્રકારનું સર્જન કયા કવિએ કરેલ છે ?

à અખો

(18) છપ્પામાં રોળા છંદની કેટલી પંક્તિઓ હોય છે ?

à ચાર

(19) છપ્પામાં ઉલ્લાળા છંદની કેટલી પંક્તિઓ હોય છે ?

à બે

(20) અખાના છપ્પામાં કયા છંદનો વિશેષ ઉલ્લેખ જોવાં મળે છે ?

à ચોપાઈ

(21) કયા ગુજરાતી સાહિત્યકારના જીવનમાં બ્રહ્મસત્ય અને જગતમિથ્યા સિદ્ધાંતની અસર થઈ હતી ?

à અખો

(22) પ્રબોધ બત્રીસી કૃતિની રચના કયા સાહિત્યકારે કરી હતી ?

à માંડણ બંધારા

(23) માંડણ બંધારાની કઈ કૃતિનો અભ્યાસ કરીને અખાને છપ્પા લખવાની પ્રેરણા મળી હતી ?

à પ્રબોધ બત્રીસી

(24) અખાને છપ્પા લખવાની પ્રેરણા કઈ કૃતિના અભ્યાસ દ્વારા પ્રાપ્ત થઈ હતી ?

à પ્રબોધ બત્રીસી

(25) અખો અમદાવાદમાં ખડિયા વિસ્તારમાં આવેલ કયા સ્થળે વસવાટ કરતો હતો ?

à દેસાઈની પોળ

(26) અખો નોકરીની શોધમાં અમદાવાદનાં કયા સ્થળે વસવાટ કર્યો હતો ?

à દેસાઈની પોળ

(27) કેશવ હર્ષદલાલ ધ્રુવે અનુભવબિંદુ (અખાની કૃતિ)ને શેનું બિરુદ આપ્યું હતું ?

à પાકૃત ઉપનિષદ

(28) અખા દ્વારા રચિત અભિનવબિદું કૃતિને પ્રાકૃત ઉપનિષદનું બિરુદ કયા લેખકે આપ્યું હતું ?

à કેશવ હર્ષદલાલ ધ્રુવ

(29) ગુજરાતનાં જ્ઞાની કવિઓમાં કયો સાહિત્યકાર શ્રેષ્ઠ ગણાય છે ?

à અખો (અક્ષયદાસ)

(30) ઉમાશંકર જોષીએ અખાના જીવન આધારિત કયા પુસ્તકની રચના કરી હતી ?

à અખો એક અધ્યયન

(31) અખો એક અધ્યયન પુસ્તક કોણે લખેલું છે ?

à ઉમાશંકર જોષી

(32) સો અંધામાં કાણો રાવ, આંધળાને કાણા પર ભાવ,

      અમારે હજારે વર્ષ અંધારે ગયા, તમે આવા ડાહ્યા બાળક

     ક્યાંથી થયા ?        આ પંક્તિના રચયિતા કોણ છે ?

àઅખો

(33) ભાષાને શું વળગે ભૂર? રણમાં જે જીતે તે શૂર આ પંક્તિના રચાયિતા કોણ છે ?

à અખો

(34) અભિનવબિંદુ કૃતિની રચના કયા સાહિત્યકારે કરી હતી ?

à અખો

(35) અંધે અંધ અંધારે મળ્યા, જ્યમ તલમાં કોદરા ભળ્યા પંક્તિના લેખક કોણ છે ?

à અખો

(36) બ્રહ્મલીલા અને સંતપ્રિયા હિન્દી કૃતિઓના લેખક કોણ છે ?

à અખો

(37) દેહાભિમાન હતુ પાશેર, વિદ્યા મળતાં વધ્યુ શેર પંક્તિના રચયિતા કોણ છે ?

à અખો

(38) પંચીકરણ અને બારમહિના કૃતિઓના લેખક કોણ છે ?

à અખો

(39) એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ પંક્તિના લેખક કોણ છે ?

à અખો

(40) ગુરુશિષ્ય સંવાદ અને કૃષ્ણઉદ્ધવ સંવાદ કૃતિઓના રચયિતા કોણ છે ?

à અખો

(41) ન્હાયા ધોયા ફરે ફૂટડાં, ખાઈ પીને થયા ખૂટડાં પંક્તિના લેખક કોણ છે ?

à અખો

 

અખો સાહિત્યસર્જન : અનુભવબિંદુ, બ્રહ્મલીલા(હિન્દી), સંતપ્રિયા(હિન્દી),

                     પંચીકરણ, બારમહીના, કૈવલ્યગીતા, ચિત્ત વિચાર

                      સંવાદ, અખે ગીતા, ગુરુશિષ્ય સંવાદ, કૃષ્ણ ઉદ્ધવ સંવાદ

                   

અખાની પંક્તિઓ :

(1) સો અંધામાં કાણો રાવ, આંધળાને કાણા પર ભાવ,

  અમારે હજારે વર્ષ અંધારે ગયા, તમે આવા ડાહ્યા બાળક

  ક્યાથી થયા

(2)  ભાષાને શું વળગે ભૂર ? રણમાં જે જીતે તે શૂર

(3) અંધે અંધ અંધારે મળ્યા, જ્યમ તલમાં કોદરા ભળ્યા

(4) ન્હાયા ધોયા ફરે ફૂટડાં, ખાઈ પીને થયા ખૂંટડા

(5) પુંજાવા મનમાં બહુકોડ શબ્દ તણા જોડે બહુ જોડ

(6) પોતે હરિને ન જાણે લેશ, કાંઢી બેઠો હરિનો જ વેશ

(7)દેહાભિમાન હતુ પાશેર, વિદ્યા મળતાં વધ્યુ શેર

(8) એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ

(9) ઓછું પાત્રને અદકું ભણ્યો, વઢકણી વહુએ દીકરો જણ્યો 

(10) ગુરુ થા તારો તુ જ, નથી બીજો કોઈ ભજવા

(11) તિલક કરતાં ત્રેપન વહયા, જપ માળનાં નાકા ગયાં

    તીરથ ફરી ફરી થાક્યા ચરણ,

    તોય ન પહોચ્યા હરિને ચરણ

(12) સજીવોએ નજીવોને ઘડયા,

     ને સજીવો કહે છે કે મને કાંક દે,

     આ અખો ભગત એમ પૂછે છે કે તારી તે એક ફુટી છે કેબે

(13) આંધળો સસરો શણગટ વહુ,

    એમ કથા સાંભળવા ચાલ્યા સહુ,

    કહ્યું કશુંને સાંભળ્યુ કશું આંખનું કાજળ ગાલે ઘસ્યુ,

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.