Type Here to Get Search Results !

ગુજરાતી સાહિત્ય ભાગ - 3 / gujarati sahitya part - 3


 

(81) ગુજરાતી ભાષાની સૌપ્રથમ હાસ્યપ્રધાનકૃતિ ભદ્ર્ભદ્રના લેખક કોણ છે ?

જવાબ:  રમણભાઈ નીલકંઠ

(82) રમણભાઈ નીલકંઠે ગુજરાતી ભાષાની કઈ સૌપ્રથમ હાસ્યપ્રધાનકૃતિની રચના કરી હતી ?

જવાબ:  ભદ્રભદ્ર

(83) ગુજરાતી ભાષાના સૌપ્રથમ ચરિત્રની કૃતિ કઈ છે ?

જવાબ:  કવિચરિત્ર

(84) ગુજરાતી ભાષાની સૌપ્રથમ ચરિત્રની કૃતિ કવિચરિત્રના લેખક કોણ છે ?

જવાબ:  કવિ નર્મદ

(85) કવિ નર્મદે ગુજરાતી ભાષાની કઈ સૌપ્રથમ ચરિત્રની કૃતિની રચના કરી હતી ?

જવાબ: કવિચરિત્ર

(86) ગુજરાતી ભાષાનું સૌપ્રથમ મૌલિક નાટક કયુ છે ?

જવાબ:  ગુલાબ

(87)ગુજરાતી ભાષાના સૌપ્રથમ મૌલિક નાટક ગુલાબ કૃતિના લેખક કોણ છે ?

જવાબ:  નગીનદાસ મારફતિયા

(88) નગીનદાસ મારફતિયાએ ગુજરાતી ભાષાના કયા સૌપ્રથમ મૌલિક નાટકની રચના કરી હતી ?

જવાબ:  ગુલાબ

(89) સૌપ્રથમ ગુજરાતી સ્નાતક બનનાર કોણ હતા ?

જવાબ:  નગીનદાસ મારફતિયા

(90) ગુજરાતી ભાષાની સૌપ્રથમ રચાયેલી લાંબી ગધકથા કઈ છે ?

જવાબ:  પૃથ્વીચંદ્રરચિત

(91) ગુજરાતી ભાષાની સૌપ્રથમ લાંબી ગધકથા પૃથ્વીચંદ્રરચિત કૃતિના લેખક કોણ છે ?

જવાબ:  મણિક્યસુંદરસૂરિકૃત

(92) મણિક્યસુંદરસૂરિકૃતે ગુજરાતી ભાષાની કઈ સૌપ્રથમ લાંબી ગધકથા કૃતિની રચના કરી હતી ?

જવાબ:  પૃથ્વીચંદ્રચિત

(93) ગુજરાતી ભાષાનું સૌપ્રથમ દેશભક્તિ કાવ્ય કયુ છે ?

જવાબ:  હુન્નરખાનની ચડાઈ

(94) ગુજરાતી ભાષાનું સૌપ્રથમ દેશભક્તિ કાવ્ય હુન્નરખાનની ચડાઈ કૃતિના લેખક કોણ છે ?

જવાબ:  મણિક્યસુંદરસૂરિકૃત

(95) ગુજરાતી સાહિત્યનો ઉદ્દભવ કઈ ભાષામાંથી થયો છે ?

જવાબ:  સંસ્કૃત

(96) ગુજરાતી ભાષા કયા કુળની ભાષાં છે ?

જવાબ:  આર્યકુળ

(97) પ્રાચીન સમયમાં મથુરાથી દ્વારકા સુધીના વિસ્તારમાં કયા કુળની ભાષા બોલાતી હતી ?

જવાબ:  શૌરસેની

(98) ગુજરાતના કયા કુળની ભાષાનો એક ફાંટો ગુજરાતી તરીકે ઓળખાયો ?

જવાબ:  શૌરસેની

(99) ગુજરાતી ભાષાનું મૂળ કઈ ભાષામાં રહેલું છે ?

જવાબ:  સંસ્કૃત

(100) હેમચંદ્રાચાર્ય કઈ સદી દરમિયાન થઈ ગયા ?

જવાબ:  અગિયારમી

(101) ગુજરાતી સાહિત્યને કેટલાં વિભાગમાં વિભાજિત કર્યા છે ?

જવાબ:  બે 1.મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને 2.અર્વાચીન ગુજરાતી સાહિત્ય

(102) ઈ.સ 1185થી 1850 સુધીના સમયગાળાને કયા નામથી ઓળખવામાં આવે છે ?

જવાબ:  મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય  

(103)જૈન સાહિત્ય કયા મુનિ દ્વારા લખાયેલ હોવાથી તેમને જૈન સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે ?

જવાબ:  જૈન મુનિ

(104) જૈન સાહિત્યના પ્રથમ સાહિત્યકાર કોણ છે ?

જવાબ:  હેમચંદ્રાચાર્ય

(105) ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિનું નામ શું હતું ?

જવાબ:  ભરતેશ્વર બાહુબલી રાસ

(106) ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિ ભરતેશ્વર બાહુબલી રાસના રચયિતા કોણ છે ?

જવાબ:  શાલીભદ્રસૂરિ

(107) ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિ ભરતેશ્વર બાહુબલીરાસની રચના ક્યારે થઈ હતી ?

જવાબ:  ઈ.સ 1185

(108) જૈન સાહિત્યમાં સૌથી વધારે સાહિત્ય કયા કયા મહાનુભાવો વિષે લખાયું છે ?

જવાબ:  ઋષભદેવ, નેમિનાથ અને મહાવીર સ્વામી

(109) જૈન ધર્મના પ્રથમ તીર્થકરનું નામ શું હતું ?

જવાબ:  ઋષભદેવ (આખલો)

(110) જૈન ધર્મના બાવીસમાં તીર્થકરનું નામ શું હતું ?

જવાબ:  નેમિનાથ (શંખ)

(111) જૈન ધર્મના છેલ્લા ચોવીસમા તીર્થકરનું નામ શું હતું ?

જવાબ:  મહાવીર સ્વામી (સિંહ)

(112) જૈનોતેર ગુજરાતી સાહિત્યમાં કયા ભગવાનનું વિશેષ મહત્વ છે ?

જવાબ:  શ્રીકૃષ્ણ

(113) જૈન સાહિત્યમાં કયા ભગવાનનું વિશેષ મહત્વ છે ?

જવાબ:  નેમિનાથ (બાવીસમાં તીર્થકર)

(114) પ્રાચીન સાહિત્યમાં કેટલાં પુરાણો આવેલા છે ?

જવાબ:  18

(115) કયા પુરાણમાં કૃષ્ણ અને નેમિનાથ મિત્ર હોવાનો ઉલ્લેખ મળે છે ?

જવાબ:  વિષ્ણુ પુરાણ

(116) જૈનધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવને કયા નામથી ઓળખવામાં આવે છે ?

જવાબ:  આદિનાથ

(117) જૈનધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવના બે પુત્રોનું નામ શું હતું ?

જવાબ:  ભરત અને બાહુબલી

(118) ઋષભદેવના બે પુત્રો ભરત અને બાહુબલીના યુદ્ધનું વર્ણન ગુજરાતી ભાષાની કઈ કૃતિમાં કરવામાં આવ્યું છે ?

જવાબ:  ભરતેશ્વર બાહુબલી રાસ

(119) ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિ ભરતેશ્વર બાહુબલી રાસમાં કયો રસ જોવા મળે છે ?

જવાબ:  વીરરસ

(120) જૈન સાહિત્ય શેના પર આધારિત સાહિત્ય લખાયેલું છે ?

જવાબ:  ભક્તિ અને ધર્મરસ

(121) રાસ સાહિત્યપ્રકાર શબ્દ કયા સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવ્યો છે ?

જવાબ: રાસક

(122) ગુજરાતી સાહિત્યનો પ્રારંભ કયા સાહિત્ય પ્રકારથી થયો હતો ?

જવાબ: રાસ

(123) રાસ સાહિત્યપ્રકારનો મુખ્ય પ્રકાર કયો છે ?

જવાબ: ભક્તિ

(124) રાસ ગુજરાતી સાહિત્યપ્રકારનો મુખ્ય ભાગ કયા નામે ઓળખાય છે ?

જવાબ: ઠવણી

(125) ગુજરાતી ભાષામાં સૌપ્રથમ રાસ સાહિત્યપ્રકારની કૃતિનું નામ શું છે ?

જવાબ: ભરતેશ્વર બાહુબલી રાસ (શાલીભદ્રસૂરિ)

(126) જૈન સાહિત્યના મુખ્ય સાહિત્ય પ્રકારો કયા -કયા છે ?

જવાબ: 1.રાસ 2.ફાગુ 3.બારમાસી 4.પ્રબંધ 5.સ્તવન 6.ચચ્ચરી 7.ધવલ અને 8.કક્કો

(127) ફાગુ સાહિત્યપ્રકારનો મુખ્ય રસ કયો છે ?

જવાબ: શૃંગાર

(128) ફાગુ શબ્દનો અર્થ શું થાય છે ?

જવાબ: વસંતોત્સવ

(129) ગુજરાતમાં ફાગણ મહિનામાં હોળી કે ધૂળેટીના સમયે કયો રાગ ગાવામાં આવે છે ?

જવાબ: ફાગણિયો રાગ

(130) કયા ગુજરાતી સાહિત્યપ્રકારમાં પ્રકૃતિ નિરૂપણ કે માનવભાવનું નિરૂપણ આલેખવામાં આવે છે ?

જવાબ: ફાગુ

(131) ગુજરાતી ભાષામાં સૌપ્રથમ કઈ કૃતિમાં ફાગુ સાહિત્યપ્રકાર જોવા મળે છે ?

જવાબ: વસંત વિલાસ

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.