(1) સમુદ્રસપાટી
900 મીટરની ઊંચાઈ ધરાવતા તીવ્ર , ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને શું કહે છે ?
જવાબ પર્વત
(2) પર્વતોને કેટલા વિભાગમાં વહેચવામાં આવ્યા છે ?
જવાબ 1.ગેડ પર્વત 2.ખંડ પર્વત 3.જવાળામુખી પર્વત અને 4.અવશિષ્ટ પર્વત
(3) ભારતનો હિમાલય ,યુરોપનો આલ્પ્સ ,અમેરિકાનો રોકીઝ અને દક્ષિણ અમેરિકાનો એન્ડીઝ વગેરે કેવા પર્વતો છે ?
જવાબ ગેડ પર્વતો
(4) ભૂગર્ભિક બળોને લીધે બે ભૂમિસ્તરો પર ખેંચાળબળને લીધે તિરાડ કે
ફાટ પડે છે અને આજુબાજુનો ભાગ બેસી જાય, વચ્ચેનો ભાગ સ્થિર રહે તેવા
પર્વતને શું કહે છે ?
જવાબ ખંડ પર્વત
(5) કયો પર્વત ખંડ પર્વતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ?
જવાબ જર્મનીનો હોસ્ટ
પર્વત
(6) ખંડ પર્વતને બીજા કયાં નામે પણ ઓળખવામાં આવે છે ?
જવાબ હોસ્ટ પર્વત
(7) ભારતમાં કયાં ખંડ પર્વતો આવેલા છે ?
જવાબ નિલગિરી ,
સાતપુડા અને વિંધ્યાચલ પર્વત
(8) ઈટલીનો વિસુવિયસ, ઈક્વેડોરનો કોટોપક્સી, જાપાનનો
ફૂજિયામાં અને ભારતનો બેરન(અંદમાન),પાવાગઢ અને ગિરનાર કયાં
પર્વતો છે ?
જવાબ જવાળામુખી
પર્વત
(9) ભારતનો બેરન(અંદમાન) પર્વત કયાં પ્રકારનો પર્વત છે ?
જવાબ જવાળામુખી
પર્વત
(10) ભારતમાં અરવલ્લી ,નિલગિરી ,પારસનાથ, રાજમહલ અને પૂર્વઘાટ વગેરે કયાં પ્રકારના પર્વતો છે ?
જવાબ અવશિષ્ટ પર્વતો
(11) સમુદ્રસપાટીથી 180 મીટરથી વધારે ઊંચાઈ ધરાવતા પહોળા અને સપાટ
ભૂમિ ભાગને શું કહે છે ?
જવાબ ઉચ્ચપ્રદેશ
(12) ચારેબાજુથી ઊંચી પર્વતમાળાઓથી ઘેરાયેલ ભૂમિ ભાગને શું કહે છે ?
જવાબ આંતરપાર્વતીય
ઉચ્ચપ્રદેશ
(13) તિબેટનો ઉચ્ચપ્રદેશ અને મોંગોલિયાનો ઉચ્ચપ્રદેશ કેવા પ્રકારના
ઉચ્ચપ્રદેશો છે ?
જવાબ આંતરપર્વતીય
ઉચ્ચપ્રદેશ
(14) પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા ભૂમિ ભાગને શું કહે
છે ?
જવાબ પર્વતપ્રાંતીય
ઉચ્ચપ્રદેશ
(15) ભારતમાં આવેલ માલવાનો ઉચ્ચપ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચપ્રદેશ છે ?
જવાબ પર્વતપ્રાંતિય
ઉચ્ચપ્રદેશ
(16) મહારાસ્ટ્રનો લાવાનો પ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચપ્રદેશ છે ?
જવાબ ખંડિય
ઉચ્ચપ્રદેશ
(17) ઉચ્ચપ્રદેશના લાવાની ફળદ્રુપ જમીન હોય તો કયા પાક માટે અનુકૂળ
આવે છે?
જવાબ કપાસ
(18) છોટાનાગપુરના ઉચ્ચપ્રદેશના ઢોળાવો શાના માટે ઉપયોગી છે ?
જવાબ પશુપાલન
(19) સમુદ્રસપાટીથી 180 મીટર ઓછી ઊંચાઈ ધરાવતા સમતલ ભૂમિ ભાગને શું
કહે છે ?
જવાબ મેદાન
(20) ઘસારણ દ્વારા બનેલ મેદાનોને શું કહે છે ?
જવાબ પેની પ્લેઈન
(21) ભારતમાં નિક્ષેપણ મેદાન કયું છે ?
જવાબ ગંગા-યમુના
મેદાન
(22) મહાસાગરના જળભાગના આંશિક ભાગને શું કહે છે ?
જવાબ ઉપસાગર
(23) કોઈ જળવિસ્તાર ત્રણ બાજુની ભૂમિથી ઘેરાયલ હોય તેવા પ્રદેશને શું
કહે છે ?
જવાબ અખાત
(24) ભૂમિનો લંબાત્મક છેડો જે જળભાગમાં ફેલાયેલ હોય તેવા વિસ્તારને
શું કહે છે ?
જવાબ ભૂશિર
(25) જે ભૂમિભાગ ચારેબાજુથી જળવિસ્તારથી ઘેરાયેલ હોય તેવા વિસ્તારને
શું કહે છે?
જવાબ ટાપુ
(26) લક્ષદ્રિપ, અંદમાન-નિકોબાર, શંખોદ્વાર (બેટ
દ્વારકા), પીરોટન ,નરાબેટ ,પીરમબેટ અને શિયાળ બેટ વગેરે કયા પ્રદેશો છે ?
જવાબ ટાપુ પ્રદેશો
(27) બે જળવિસ્તારને જોડતી સાંકડી જળપટ્ટીને શું કહે છે ?
જવાબ સામુદ્રધુની
(28) ભારત અને શ્રીલંકા વચ્ચે કઈ સામુદ્રધુની આવેલી છે?
જવાબ પાલ્કની
સામુદ્રધુની
(29) બે જળવિસ્તારને અલગ કરતી સાંકડી ભૂમીપટ્ટીને શું કહે છે ?
જવાબ સંયોગભૂમિ
(30) જે ભૂમિભાગની ત્રણ બાજુ
સમુદ્ર અને એક બાજુ જમીન વિસ્તારથી જોડાયેલ હોય તેવા વિસ્તારને શું કહે છે ?
જવાબ દ્રીપકલ્પ
(31) ભારતનો સાતપુડા કયા પ્રકારનો પર્વત છે ?
જવાબ ખંડ પર્વત
(32) ચારેબાજુથી પરવતમાળાઓથી ઘેરાયેલ ભૂમિ ભાગને શું કહે છે ?
જવાબ આંતરપર્વતીય
(33) હવાંગહોનું મેદાન કયા પ્રકારનું મેદાન છે ?
જવાબ નિક્ષેપણનું
(34) નકશા શબ્દનો અર્થ શું થાય છે ?
જવાબ હાથમાં રાખી
શકાય તેવો કાપડનો ટુકડો
(35) નકશાના પ્રકાર કેટલા અને કયા-કયા છે ?
જવાબ બે
1.હેતુ આધારિત નકશા
2.માપ પ્રમાણે નકશા
(36) હેતુ આધારિત નકશાના પ્રકાર કેટલા છે ?
જવાબ બે
1.પ્રાકૃતિક નકશા અને
2.સાંસકૃતિક નકશા
(37) સાંસ્કૃતિક નકશાને કેટલા વિભાગ છે ?
જવાબ 1.રાજકીય નકશા
2.ઔધોગિક નકશા અને
3.ઐતિહાસિક નકશા
(38) મોટા માપના નકશાનું પ્રમાણમાપ કેટલા
અંતર હોય છે ?
જવાબ 1 સેન્ટિમીટર = 50 કિલોમીટર
(39) મોટા માપના નકશામાં શેનો સમાવેશ થાય છે ?
જવાબ તાલુકા, શહેર કે ગામડાના નકશાનો
(40) નાના માપના નકશાના પ્રકાર કેટલા અને
કયા-કયા છે ?
જવાબ ચાર .
1.એટલાસ
2.કેડેસ્ટ્ર્લ
3.સ્થળવર્ણન
4.ભીતનકશા