Type Here to Get Search Results !

ભારત રાજકીય ભાગ - 1


(1)ભારતમાં પંચાયતી રાજની શરુઆત કયારથી થઈ ?

જવાબ: 2 ઓક્ટોમ્બર 1959માં

(2) ભારતમાં પંચાયતી રાજની શરૂઆત કયા રાજયમાથી થઈ હતી ?

જવાબ: રાજસ્થાન

(3) રાજસ્થાનના કયાં જિલ્લાના કયાં ગામમાથી પંચાયતી રાજની શરૂઆત 2 ઓક્ટોમ્બર 1959માં થઈ હતી ?

જવાબ: નાગોર જિલ્લાના બગાદરા ગામમાં

(4) ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારે શરૂ થયો ?

જવાબ: 1 એપ્રિલ 1963માં

(5) કેટલી વસ્તી ધરાવતા ગામમાં ગ્રામપંચાયતની રચના કરવામાં આવે છે ?

જવાબ: 500 થી 25000

(6) ગ્રામપંચાયતમાં કેટલાં ચૂંટાયેલા સભ્યો હોય છે ?

જવાબ: ઓછામાં ઓછા 8 અને વધુમાં વધુ 16 સભ્યો

(7) ગ્રામપંચાયતમાં વહીવટી કાર્ય કોણ સાંભળે છે ?

જવાબ: તલાટી-કમમંત્રી

(8) ગ્રામપંચાયતનું અંદાજપત્ર કોણ તૈયાર કરે છે ?

જવાબ: તલાટી- કમમંત્રી

(9) ગ્રામપંચાયતના અહેવાલ, પત્રકો અને અંદાજપત્ર તૈયાર કરી તેના હિસાબો રાખવાનું કાર્ય કોણ કરે છે ?

જવાબ: તલાટી

(10) ગ્રામપંચાયતના કાર્યાલયને શું કહેવામા આવે છે ?

જવાબ: ગ્રામ સચિવાલય

(11) ગ્રામપંચાયતના આવકના વેરા કેટલાં છે ?

જવાબ: 1.પાણીવેરો

   2. સફાઈવેરો

   3. મિલકતવેરો

   4. દુકાનવેરો

(12) ગ્રામપંચાયતમાં રાજય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી મળતું અનુદાન શું છે ?

જવાબ: ગ્રામપંચાયતની આવક

(13) ગ્રામપંચાયતે એક વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વખત ગ્રામસભાનું આયોજન કરવું ફરજિયાત છે ?

જવાબ: 2 (બે)

(14) સમરસ ગ્રામપંચાયત યોજના ગુજરાત રાજયમા કયારથી અમલી બની ?

જવાબ: ઓક્ટોબર 2001થી

(15) સમરસ ગ્રામપંચાયત યોજનાનો હેતુ શું છે ?

જવાબ: ગ્રામપંચાયતની રચના ચૂંટણી વિના સર્વસંમતિથી વગર વિરોધે થાય તેવી ગ્રામપંચાયત

(16) તાલુકા પંચાયતમાં કેટલાં ચૂંટાયેલા સભ્યો હોય છે ?

જવાબ: ઓછામાં ઓછા 16 અને વધુમાં વધુ 32 સભ્યો

(17) તાલુકા પંચાયતમાં મહિલાઓ માટે કેટલાં ટકા બેઠકો અનામત રાખવામા આવે છે ?

જવાબ: 50 %

(18) તાલુકા પંચાયતનું  વાર્ષિક અંદાજપત્ર કોણ તૈયાર કરે છે ?

જવાબ: તાલુકા વિકાસ અધિકારી (T.D.O)

(19) ગુજરાતમાં તીર્થગ્રામ યોજનાની શરૂઆત કયારે થઈ હતી ?

જવાબ: 21 જુલાઇ 2004-05થી

(20) તીર્થગ્રામ યોજનાનો હેતુ શું હતો ?

જવાબ: ગ્રામ્ય વિસ્તારના લોકો વચ્ચે સદભાવના વધે,એકતા જળવાય અને ભાઈચારાની ભાવના વધે

(21) ગુજરાતમાં કઈ યોજનાઑ  હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં ગામમાં કોઈપણ પ્રકારનો ગુનો ન નોધાયેલ હોય તેવા ગામને રાજ્ય સરકાર અનુદાન ફાળવે છે ?

જવાબ: તીર્થગ્રામ યોજના અને પાવનગ્રામ યોજના

(23) જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોની સંખ્યાઓ કેટલી હોય છે?

જવાબ: ઓછામાં ઓછી 32 અને વધુમાં વધુ 52 હોય

(24) જિલ્લા પંચાયતના વડાને શું કહે છે ?

જવાબ: જિલ્લા વિકાસ અધિકારી (D.D.O)

(25) સમાજના નબળા વર્ગોને શિક્ષણ ,સ્વાસ્થય અને સામાજિક-આર્થિક સગવડ મળી રહે તેવી યોજનાઓ ઘડવી અને તેનો અમલ કરવાનું કામ કઈ સમિતિનું હોય છે?

જવાબ: સામાજિક ન્યાય સમિતિનું

(26) સામાજિક ન્યાય સમિતિ કેટલા સભ્યોની બનેલી હોય છે ?

જવાબ: પાંચ (તાલુકા અને જિલ્લા કક્ષાએ )

(27) એક લાખ કે વધુ વસ્તી ધરાવતા શહેરોમાં સ્થાનિક સ્વરાજ્યની કઈ સંસ્થા હોય છે ?

જવાબ:નગરપાલિકા

(28) નગરપાલિકામાં સભ્ય સંખ્યા કેટલી હોય છે ?

જવાબ: ઓછામાં ઓછી 28 સંખ્યા

(29) નગરપાલિકાના વિસ્તારને 25000 હજારથી વધુ વસ્તીના આધારે શેમાં વહેચવામાં આવે છે ?

જવાબ: વોર્ડમાં

(30) નગરપાલિકાના એક વોર્ડમાં કેટલા સભ્યો હોય છે ?

જવાબ: 4 સભ્યો

(31) નગરપાલિકાના ચૂંટાયેલા વડાનું કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે ?

જવાબ: 2 વર્ષ 6 મહિના (અઢી વર્ષ)

(32) નગરપાલિકાના વહીવટી વડા ચીફ ઓફિસરની નિમણૂક કોણ કરે છે ?

જવાબ: રાજ્ય સરકાર

(33) નગરપાલિકાના ચૂંટાયેલા વડાને શું કહે છે ?

જવાબ: અધ્યક્ષ (પ્રમુખ)

(34) પાંચ લાખ કે તેથી વધુ વસ્તીવાળા વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની કઈ સંસ્થા હોય છે ?

જવાબ: મહાનગરપાલિકા

(35) મહાનગરપાલિકાની સભ્યસંખ્યા શેના આધારે નક્કી કરવામાં આવે છે ?

જવાબ: વસ્તીના પ્રમાણના

(36) મહાનગરપાલિકામાં કેટલી વસ્તીએ એક વોર્ડ બનાવવામાં આવે છે ?

જવાબ: 75000 હજાર

(37) નગરપાલિકામાં કેટલી વસ્તીએ એક વોર્ડ બનાવવામાં આવે છે ?

જવાબ: 25000 હજાર

(38) નગરપાલિકા અને મહાનગરપાલિકામાં એક વોર્ડમાં કેટલા સભ્યો હોય છે ?

જવાબ: 4 સભ્યો

(39) મહાનગરપાલિકાના સભ્યને કયા નામથી ઓળખવામાં આવે છે ?

જવાબ: કોર્પોરેટર (કાઉન્સીલર )

(40) મહાનગરપાલિકાના વડાને કયા નામથી ઓળખવામાં આવે છે ?

જવાબ: મેયર 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.