(1) ભારતમાં ટપાલસેવાની શરૂઆત કયારે થઈ હતી ?
જવાબ: ઈ.સ 1854માં
(2)
ટેલિગ્રામની શોધ ક્યારે થઈ હતી ?
જવાબ: ઈ.સ 1850માં
(3)
ભારતમાં ટેલિગ્રામ(તાર) સેવાની શરૂઆત કોની-કોની વચ્ચે થઈ હતી ?
જવાબ: કોલકાતા અને ડાયમંડ હાર્બર
(4) ભારતમાં
ટેલિગ્રામ(તાર) સેવા ક્યારે બંધ કરવામાં આવી હતી ?
જવાબ: 13 જુલાઈ 2003
(5)
રેડિયોની શોધ ક્યારે થઈ હતી ?
જવાબ: ઈ.સ 1895માં
(6)
રેડિયોની શોધ કોને કરી હતી ?
જવાબ: માર્કોની (ઈટાલી)
(7)
આકાશવાણીનું સૌપ્રથમ કેન્દ્ર ક્યાં સ્થપાયું હતું ?
જવાબ: ઈંગ્લેન્ડ
(8)
ભારતમાં સૌપ્રથમ ટ્રાન્સમીટર દ્વારા માહિતી પ્રસારણ કરવાની શરૂઆત કયા થઈ હતી ?
જવાબ: મુંબઈ અને કોલકાતા (ખાનગી કંપનીઓ દ્વારા)
(9)
ઈ.સ 1930માં મુંબઈ અને કોલકાતાની ખાનગી કંપનીઓના ટ્રાન્સમીટરો સરકારે પોતાના હસ્તક
તેનું નામ શું રાખ્યું હતું ?
જવાબ: ઈન્ડિયન બ્રોડ કાસ્ટિંગ સર્વિસ
(10)
ભારતમાં ‘બ્રોડ કાસ્ટિંગ સર્વિસ’ની શરૂઆત કયારે થઈ હતી ?
જવાબ: ઈ.સ 1930માં
(11)
ઈ.સ 1957માં ‘ઈન્ડિયન બ્રોડ કાસ્ટિંગ સર્વિસ’નું નામ બદલીને શું
રાખવામા આવ્યું હતું ?
જવાબ: આકાશવાણી
(12)
ભારતનું જાહેર પ્રસારણકર્તા સ્વાયત કોર્પોરેશન કયું છે ?
જવાબ: પ્રસારભારતી
(13)
ભારતમાં ‘પ્રસારભારતી’ કેન્દ્રની સ્થાપના ક્યારે કરવામાં આવી
હતી ?
જવાબ: 23-11-1997માં
(14)
ભારતમાં ‘ઓલ ઈન્ડિયા રેડિયો’ અને ‘દૂરદર્શન’ની સેવા કયા કેન્દ્ર દ્વારા પ્રસારિત કરવામાં આવે છે ?
જવાબ: પ્રસારભારતી
(15)
વિશ્વમાં સૌથી વધુ ચલચિત્રો કયા બને છે ?
જવાબ: ભારત
(16)
ટી.વી.ની શોધ કોને કરી હતી ?
જવાબ: જહોન લોગી બાયર્ડ
(17)
ભારતમાં સૌપ્રથમ ટેલીવિઝન પ્રસારણ કેન્દ્ર્નો પ્રારંભ ક્યારે થયો હતો ?
જવાબ: 15 સપ્ટેમ્બર 1959માં
(18)
15 સપ્ટેમ્બર 1959માં ભારતમાં સૌપ્રથમ ટેલીવિઝન કેન્દ્રનો પ્રારંભ કયા થયો હતો ?
જવાબ: દિલ્લી
(19)
ભારતમાં સૌપ્રથમ ટેલીવિઝન પ્રસારણનો પ્રારંભ દિલ્લી ખાતે કયા પ્રોજેકટથી શરૂ થયો
હતો ?
જવાબ: પાઈલોટ પ્રોજેકટ
(20)
ઈ.સ 1972માં ભારતમાં બીજા ટેલીવિઝન પ્રસારણ કેન્દ્રની શરૂઆત કયા થઈ હતી ?
જવાબ: મુંબઈ
(21)
ઈ.સ 1976માં ‘ઓલ ઈન્ડિયા રેડિયો’માથી કયા વિભાગને અલગ કરવામાં
આવ્યો હતો ?
જવાબ: દૂરદર્શન વિભાગ
(22)
ગુજરાતમાં ક્યારે અમદાવાદ ખાતે ઈસરો મારફતે પ્રસારણ કેન્દ્ર શરૂ થયું હતું ?
જવાબ: 15 માર્ચ 1976માં
(23)
ગુજરાતમાં ડી.ડી ગિરનાર ચેનલ ક્યારે શરૂ થઈ હતી ?
જવાબ: 2 સપ્ટેમ્બર1987માં
(24)
ગુજરાતમાં ‘ડીડી જ્ઞાનદર્શન’ નામની શૈક્ષણિક ચેનલ ક્યારે શરૂ થઈ
હતી ?
જવાબ: 26 જાન્યુઆરી 2000માં
(25)
ગુજરાત સરકાર કઈ ચેનલના માધ્યમથી શિક્ષણ, આરોગ્ય, અને ખેતીના
કાર્યક્રમો રજૂ કરે છે ?
જવાબ: વંદે ગુજરાત
(26)
જૂન 1936માં કયા અખબારે સૌપ્રથમ જાહેરાત છાપવાની શરૂઆત કરી હતી ?
જવાબ: ફ્રેંચ અખબારે
(27)
રેડિયો પર જાહેરાત કરવાની શરૂઆત ક્યારે થઈ હતી ?
જવાબ: ઈ.સ 1920માં
(28)
પૃથ્વીના પેટાળમાં રહેલા ખનિજોની માહિતી મેળવવા શેનો ઉપયોગ થાય છે ?
જવાબ: કૃત્રિમ ઉપગ્રહ (સેટેલાઈટ)
(29)
વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો કયા દેશમાં છે ?
જવાબ: ભારતમાં
(30)
કયો દેશ દુનિયાનું સૌથી મોટું બજાર ગણાય છે ?
જવાબ: ભારત
(31)
ઘર-વપરાશ અને વીજળીથી ચાલતી વસ્તુઓ માટે કયો માર્ક લગાવેલ હોય છે ?
જવાબ: આઇ.એસ.આઇ (ISI)
(32)
ઊનની બનાવટો માટે કયો માર્ગ લગાવવામાં આવે છે ?
જવાબ: વુલમાર્ક
(33)
ખાધપ્રદાર્થો માટે કયો માર્ગ લગાવવામાં આવે છે ?
જવાબ: એગમાર્ક
(34)
ગ્રાહકની સુરક્ષા માટે ભારત સરકાર દ્વારા કયો કાયદો બનાવવામાં આવ્યો છે ?
જવાબ: ગ્રાહક સુરક્ષા અધિનિયન-1986
(35)
ભારત સરકાર દ્વારા ‘વિશ્વ ગ્રાહક દિન’ ક્યારે ઉજવવાવમાં આવે છે ?
જવાબ: 15મી માર્ચ
(36)
ભારત સરકાર દ્વારા ‘રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન’ ક્યારે મનાવવામાં આવે
છે ?
જવાબ: 24મી ડિસેમ્બર
(37)
ગ્રાહક સુરક્ષા અંગે ફરિયાદો માટે ગ્રાહક હેલ્પલાઈન નંબર કયો છે ?
જવાબ: 1800 233 0222
(39)
વેપારીને દુકાનનું ભાડું, વીજળી, વેરો, અને કર્મચારીનો
પગાર જેવો ખર્ચ કયા બજારમાં થતો નથી ?
જવાબ: ગુજરી (સાપ્તાહિક) બજાર