પ્રેમાનંદ યુગ (17મી સદીથી ઈ.સ 1852)
પ્રેમાનંદયુગના સાહિત્યકાર
è વલ્લભ મેવાડો (ધોળા ભટ્ટ)
(1)વલ્લભ મેવાડાનો જન્મ ક્યારે થયો હતો ?
à ઈ.સ 1680
(2) વલ્લભ મેવાડાનો જન્મ કયા સ્થળે થયો હતો ?
à અમદાવાદ
(3) વલ્લભ મેવાડાનું મૂળનામ શું હતું ?
à ધોળો ભટ્ટ
(4) ગુજરાતી ભાષામાં ‘ગરબા’ નામના સાહિત્યપ્રકારની રચના કોણે કરી હતી ?
à વલ્લભ મેવાડો
(5) 18 મી સદીમાં ગુજરાતી સમાજમાં સ્ત્રીઓની સમસ્યાને ઉજાગર કરવા
વલ્લભ મેવાડે કયા સાહિત્યપ્રકારની રચના કરી હતી ?
à ગરબા
(6) ‘ગરબો’ શબ્દ સંસ્કૃત ભાષાનાં કયા શબ્દ પરથી ઉતરી
આવ્યો છે ?
à ગર્ભદીપ
(7) આધુનિક સમયમાં નવરાત્રીએ ગુજરાતી સાહિત્યના કયા સ્વરૂપ પરથી
ઉતરી આવેલૂ છે ?
à ગરબા
(8) કયો ગુજરાતી તહેવાર દર વર્ષ આસો માસમાં ઉજવાય છે ?
à નવરાત્રી
(9) વિશ્વનો સૌથી લાંબો તહેવાર કયો છે ?
à નવરાત્રી
(10) કયો ગુજરાતી તહેવાર સમાજમાં સ્ત્રીઓને સ્થાન મળી રહે તે માટે
શક્તિ-દેવીને કેન્દ્રમાં રાખી મુક્ત અને સ્ત્રીઓની સ્વતંત્રતાને સાકાર કરે છે ?
à નવરાત્રી (ગરબો)
(11) ગુજરાતમાં કઈ દેવીને કેન્દ્રમાં રાખી ‘ગરબો’
રમવામાં આવે છે ?
à શક્તિ-દેવી
(12) ગુજરાતી સાહિત્યકાર વલ્લભ ભટ્ટ જ્ઞાતિએ કેવાં હતાં ?
à મેવાડો બ્રાહ્મણ
(13) વલ્લભ ભટ્ટ (મેવાડો) કયા ધર્મ પ્રત્યે આદર રાખતા હતાં ?
à વૈષ્ણવ
(14) ગુજરાતી ભાષાના કયા સાહિત્યકારે સૌપ્રથમ ‘માતાજીની લાવણી’ સાહિત્યની રચના કરી હતી ?
à વલ્લભ મેવાડો
(15) વલ્લભ ભટ્ટ (મેવાડા)ના સમયમાં ગુજરાતની જે સ્થિતિ હતી, એ સ્થિતિનું વર્ણન પોતાની
કઈ કૃતિમાં કર્યું છે ?
à કાળીકાળના ગરબા
(16) શક્તિ ઉપર ભક્તિ અને દેશની દાઝ એ બંને વિષયનું મિશ્રિત સ્વરૂપ
કયા સાહિત્યકારની રચનામાં જોવા મળે છે ?
à વલ્લભ મેવાડો
(17) વલ્લભ મેવાડાના જીવન આધારિત માહિતી કવિ નર્મદની કઈ રચનામાંથી
પ્રાપ્ત થાય છે ?
à નર્મગદ્ય
(18) વલ્લભ મેવાડાના જીવન વિશેની વધુ માહિતી જોષી પુરાકૃતની કઈ
કૃતિમાંથી પ્રાપ્ત થાય છે ?
à સાક્ષરમાળા
(19) ‘મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે,
માએ વસાવ્યું
ચાંપાનેર,
પાવાગઢવાળી રે’ પંક્તિના લેખક કોણ છે ?
àવલ્લભ મેવાડો
(20) કયા ગુજરાતી સાહિત્યકારે માતાજીની વિવિધ આરતીઓની રચના કરેલ છે
?
à વલ્લભ મેવાડો
(21) ગુજરાતી ભાષાનો કયો સાહિત્યપ્રકાર માત્ર સ્ત્રીપ્રધાન છે ?
à ગરબો
(22) ‘રંગતાળી, રંગતાળી, રંગતાળી રે,રંગમાં રંગતાળી,
હે મા ગબ્બરના
ગોખવાળી રે, રંગમાં રંગતાળી’ પંક્તિના લેખક કોણ છે ?
àવલ્લભ મેવાડો
(23) ‘સત્યભામા રૂસણાનો ગરબો’ કૃતિની રચના કયા સાહિત્યકારે
કરી હતી ?
à વલ્લભ ભટ્ટ
(24) ‘પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ તી’ પંક્તિના રચનાકાર
કોણ છે ?
à વલ્લભ મેવાડો
(25) ‘કજોડાનો ગરબો’ સાહિત્ય કૃતિની રચના કયા લેખકે કરી
હતી ?
à વલ્લભ મેવાડો
(26) ગુજરાતી સાહિત્યમાં ‘શણગાર’ના ગરબાઓની રચના કયા સાહિત્યકારે કરી છે ?
à વલ્લભ મેવાડો
(27) ગુજરાતી સાહિત્યમાં ‘આનંદનો ગરબો’ કૃતિની રચના કયા સાહિત્યકારે કરી હતી ?
à વલ્લભ મેવાડો
(28) `બહુચરાજીની આરતી’ કૃતિના લેખક કોણ છે ?
à વલ્લભ મેવાડો
è
વલ્લભ
મેવાડો સાહિત્યસર્જન : (1) ચોસઠ જોગણીઓનો ગરબો (2) આનંદનો ગરબો
(3) આરાસુરનો
ગરબો (4) શણગારનો ગરબો
(5) મહાકાળીનો
ગરબો (6) કળીકાળનો ગરબો
(7) સત્યભામાના
રૂસણાનો ગરબો (8) અંબાજીનો ગરબો
(9) કજોડાનો
ગરબો (10) બહુચરાજીની આરતી
è
વલ્લભ
મેવાડાની પંક્તિઓ :
· * આજ
મને આનંદ, વધ્યો
અતિ ઘણો માં,
ગાવા ગરબા છંદ, બહુચર માત તણો મા
· * રંગતાળી.રંગતાળી,રંગતાળી રે, રંગમાં રંગતાળી,
હે મા ગબ્બરના ગોખવાળી
રે, રંગમાં
રંગતાળી
· * મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે,
માએ વસાવ્યું ચાંપાનેર, પાવાગઢવાળી રે
* પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ તી